પીએમ કિસાન યોજના ખેડૂત ભાઈઓ માટે મોટી ખુશખબર છે. PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 નો 21મો હપ્તો જમા થવાનો છે.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ હપ્તો 15 ઓક્ટોબર 2025 થી 31 ઓક્ટોબર 2025 વચ્ચે ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે.ઘેરે બેઠા આવકનો દાખલો મેળવો – BEST TRIKઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા Income Certificate
પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો

- સરકાર દર વર્ષે ખેડૂતોને ₹6000 ત્રણ હપ્તામાં આપે છે.
- અત્યાર સુધી 20 હપ્તા સફળતાપૂર્વક જમા થઈ ચૂક્યા છે.
- હવે 21મો હપ્તો ઓક્ટોબર 2025 ના અંત સુધીમાં જમા થવાનો છે.
- ખેડૂતોના ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે રકમ આવશે.
કોણે લાભ મળશે?
- ખેડૂતો જેઓએ અરજી કરી છે અને નામ લિસ્ટમાં છે.
- જેમનું e-KYC પૂર્ણ થઈ ગયું છે.
- આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરેલ હોવું જોઈએ.
- જમીનના માલિક ખેડૂતોને જ લાભ મળશે.
જરૂરી દસ્તાવેજો

- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- જમીનનો દાખલો (7/12, 8A)
- મોબાઇલ નંબર
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચકાસવું?
👉 pmkisan.gov.in વેબસાઈટ પર જઈને તમારું મોબાઇલ નંબર અથવા આધાર નંબર નાખીને Beneficiary Status ચકાસી શકો છો.
મહત્વપૂર્ણ સૂચના
- જો તમારું e-KYC પેન્ડિંગ છે તો તરત જ પૂર્ણ કરાવો.
- આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હોવું ફરજિયાત છે.
- કોઈ ભૂલ હોય તો હપ્તો જમા નહીં થાય.
પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને ફરીથી રાહત મળશે. જો તમે લાયકાત ધરાવતા હો તો તમારું e-KYC પૂર્ણ કરી લો અને ખાતરી કરો કે બેંક એકાઉન્ટ સાચું છે. 15 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન તમારું ₹2000 નો 21મો હપ્તો સીધો બેંક ખાતામાં જમા થશે.