
બેંક ખાતા જોડે આધાર કાર્ડ લિંક ફોર્મ | bank of baroda આધાર કાર્ડ લિંક ફોર્મ |બેંક ઓફ બthebankbuddy.comરોડા આધારકાર્ડ લિંક ફોર્મ
જો તમારો bank of baroda માં ખાતું હોય તો બેન્ક ઓફ બરોડાના ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે જેથી તમે અમુક સુવિધા નો લાભ લઈ શકો છો. Bank of baroda માં એકાઉન્ટ જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ bank of baroda ની કોઈપણ શાખામાં તમને મળી રહેશે. બેંક ઓફ બરોડા માં ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટે તમારે જે પણ બ્રાન્ચમાં ખાતું હોય એ બ્રાન્ચની મુલાકાત લેવાની રહેશે. બેંક બ્રાન્ચ ની મુલાકાત લઈને આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ ત્યાં એકાઉન્ટ પરથી લેવાનું રહેશે
bank of baroda માં આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ અહીંયા ડાઉનલોડ કરો.
હવે જોઈએ કે બેન્ક ઓફ બરોડામાં ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું. નીચે bank of baroda માં આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ આપેલ છે તે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું એ જોઈએ.
બેંક ઓફ બરોડામાં ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવા માટેનું ફોર્મ બ્રાન્ચમાં લેશો અથવા તો ઉપર આપેલી લીંક દ્વારા ડાઉનલોડ કરશો તો ઉપર આપેલા ઈમેજ પ્રમાણે જોવા મળશે. ઈમેજ માં નંબર આપેલા છે એ નંબર પ્રમાણે ફોર્મ કેવી રીતે ભરવું એ સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.
1 – બેંકનું નામ અને જે પણ બ્રાન્ચમાં તમારું ખાતું છે એ બ્રાન્ચનું નામ લખવાનું રહેશે.
2-જે દિવસે ફોર્મ ભરીને આપો છો એ દિવસની તારીખ લખવાની રહેશે.
3 – જે ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે એ ખાતા નંબર લખવાનો રહેશે.
4 – બેંક બ્રાન્ચ નું નામ લખવાનું રહેશે.
5 – બધા બોક્સ પર ટીક માર્ક કરવાનો રહેશે.
6 – આધાર કાર્ડ નો નંબર લખો.
7-આધાર કાર્ડ માં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ લખવું.
ત્યારબાદ નીચે તમારી સહી કરવાની રહેશે અથવા અંગૂઠા ની છાપ કરી દેવી.thebankbuddy.com
8-– તમારું પૂરેપૂરું નામ મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી લખવાનો રહેશે. ઇમેલ આઇડી ના હોય તો ખાલી રાખી શકો છો.
આવી રીતે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરીને ફોર્મની સાથે એક આધાર કાર્ડ ની સ્વપ્રમાણિત કરેલી નકલ આપવાની રહેશે. બેંક ખાતા જોડે લિંક કરવા માટેનું ફોર્મ અને સ્વપ્રમાણિત કરેલી આધાર કાર્ડની નકલ જોડીને બેંક બ્રાન્ચમાં આપી દેશો એટલે તમારા ખાતા જોડે આધાર કાર્ડ લિંક કરી દેવામાં આવશે.