પોસ્ટ ઓફિસની આ યોજના તમને બનાવશે કરોડપતિ! દર મહિને કરવું પડશે માત્ર ₹3000 નું રોકાણ

આજના યુગમાં ભવિષ્ય માટે રોકાણ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. જો તમે પણ ઓછા રોકાણમાં વધુ returns ઇચ્છો છો અને ભવિષ્યમાં કરોડપતિ બનવાની કલ્પના કરો છો, તો પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આજે આપણે એવી જ એક ખાસ યોજના વિશે માહિતી આપશું, જેમાં દર મહિને ₹3000 નું રોકાણ કરીને તમે કરોડો રૂપિયાનો ફંડ તૈયાર કરી શકો છો.

કઈ યોજના છે આ?

આ યોજના છે.પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF). PPF એક લંબાગાળાની બચત યોજના છે જે પરિપક્વતીએ મજબૂત રિટર્ન આપે છે અને તે સરકાર દ્વારા સમર્થિત હોવાથી પૂરતી સુરક્ષા પણ આપે છે.

કેવી રીતે બને કરોડપતિ?

જો તમે દર મહિને ₹3000 એટલે કે વર્ષે ₹36,000 PPF માં રોકાણ કરો છો અને સતત 15 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો છો, તો તમને સરેરાશ 7.1% વ્યાજદર મુજબ મોટું ફંડ મળશે. જો તમે આ પીરિયડને વધારીને 25–30 વર્ષ સુધી રાખો, તો કમ્પાઉન્ડિંગના જાદુથી તમારી કુલ બચત કરોડો રૂપિયામાં પહોંચી શકે છે.

ઉદાહરણ તરીકે:

  • દર મહિને રોકાણ: ₹3000
  • દર વર્ષે રોકાણ: ₹36,000
  • જો તમે 25 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો, તો લગભગ ₹33-35 લાખ જેટલી રકમ તમારા હસ્તક આવશે.
  • જો તમે સમયગાળો વધારીને 35–40 વર્ષ કરો, તો આ રકમ ₹1 કરોડથી વધુ પણ થઇ શકે છે.

આ યોજનાની ખાસિયતો:

વ્યાજ દર: હાલમાં 7.1% (તિમાસિક સમીક્ષા થતી રહે છે)

રોકાણ અવધિ: ઓછામાં ઓછી 15 વર્ષ (વધારાના બ્લોકમાં વિસ્તારી શકાય છે)

ટેક્સ લાભ: 80C હેઠળ છૂટ

જોખમ મુક્ત અને સરકાર દ્વારા સમર્થિત યોજના

PPF જેવી સરકારી યોજના લાંબા ગાળાના રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દર મહિને ₹3000 જેવી નાની રકમથી શરૂ કરીને તમે ભવિષ્યમાં એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. જો તમારી પાસે રોકાણ માટે ડિસિપ્લીન અને ધીરજ છે, તો આવી યોજના તમને કરોડપતિ બનાવી શકે છે.

પોસ્ટ ઓફિસ PPF FUND

2 comments

  1. Mukesh d says:

    super

    1. admin says:

      Tenkyu

કमेंट લખો

Your email address will not be published. Required fields are marked *

🚀 WhatsApp Group Join